અડગ મન ના માનવી ને હિમાલય પણ ક્યાય નડતો નથી એ કહેવત ને સાકાર કરનાર બનાસકાંઠા જીલ્લા ના વડગામ તાલુકાના નાનકડા ગામ એવા ક્બીરપુર ના ૧૭ વરસ ના હોશિયાર અને મહેનતુ અને ખેડૂત પરિવાર ના બાળક એવા મિત લિમ્બાચીયા એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી સ્કુલ એજ્યુકેશન ન્યુ દિલ્હી દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ માં સાયન્સ ના વિષયો સાથે અંગ્રેજી માધ્યમ માં ૯૬ % સાથે સમગ્ર કચ્છ જીલ્લા માં પ્રથમ નબર મેળવી ને બનાસકાંઠા જિલ્લાના લિમ્બાચીયા સમાજનું ગૌરવ વધાર્યું છે.
સાથે સાથે નેશનલ ટેસ્ટીંગ એજન્સી ન્યુ દિલ્હી દ્વારા લેવાયેલ મેડીકલ પ્રવેશ પરિક્ષામાં માં ૭૨૦ માંથી ૬૧૧ ગુણ મેળવી ને કચ્છ જીલ્લા સૌથી વધારે માર્ક્સ મેળવી ભારત ની જુના માં જૂની, સારા માં સારી, અને પ્રખ્યાત મેડીકલ કોલેજ બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ માં MBBS કોર્સ માં પ્રવેશ મેળવી ને બનાસકાંઠા જિલ્લાના લિમ્બાચીયા સમાજ અને ધાન્ધાર જૂથ નાયી સમાજ નું ગૌરવ વધાર્યું છે.
મિત સાથે વાત કરતા જાણવા મળ્યું કે, જેને ધોરણ ૯ થી જ મેડીકલ ક્ષેત્ર માં જવાની ઇચ્છા હતી. સતત ચાર વરસ ના સખત પરિશ્રમ થી કોઈ પણ જાત ના ટ્યુશન લીધા વિના પોતાની જાત મહેનત થી જ સારા માં સારા માર્ક્સ મેળવી ને ગુજરાત ની પ્રખ્યાત મેડીકલ કોલેજ બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ માં MBBS કોર્સ માં મને એડમીશન મળ્યું છે જે અમારા મારે ખુબ જ ગર્વની બાબત છે,સાથે સાથે મને મારા સોનેરી સપના સાકાર કરવામાં અને લિમ્બાચીયા પરિવાર નું નામ રોશન કરવા માં મને મારા માતા પિતા અને મારી બહેન નો ખુબ જ ફાળો રહ્યો છે. મારી બહેન સૃષ્ટિ અત્યારે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં ડેન્ટીસ્ટ બની રહી છે. આજે અમે બન્ને ભાઈ અને બહેન ડોકટર બની રહયા છીએ.
અમારા ક્બીરપુરા ગામ ના લિમ્બાચીયા પરિવાર ના શિક્ષણવિદ વડીલો શ્રી સોમચંદ ભાઈ લિમ્બાચીયા અને શ્રી બાબુ ભાઈ લિમ્બાચીયા ની એક એવી ઇચ્છા એવી હતી કે, અમારા પરિવાર માંથી એક સારો ડોકટર બને અને મેં અમારા તમામ દેવી દેવતાનો અપાર કૃપા થી આજે મારા માતા પિતા અને મારા પૂજ્ય વડીલોનું સપનું સાકાર કર્યું છે. હમણાં અમારા પરિવાર દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું જે અમારા માટે સોનેરી અને જિંદગી ભર ન ભૂલી શકાય એવી પળો હતી.
Great Achievement Meet. May you achieve more and more success in future and help others.
ReplyDelete